IMG-20141122-WA0091

થેલેસેમીક્સ ગુજરાત સંસ્થાની પ્રવૃત્તિ

  • સમાજમાંથી થેલેસેમિયા જેવી ગંભીર બીમારી ની નાબુદી માટે જન જાગૃતિ અભિયાન
  • વિવિધ સંસ્થાઓ ને સાથે રાખીને જુદા જુદા શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરીને

થેલેસેમિયા વિષે જાગૃતિ લાવવાનું કાર્ય ,

  • સગર્ભા સ્ત્રીઓના ઉદરમાં પાંગરતા બાળકને પ્રી નેંટલ ટેસ્ટ દ્વારા તે થેલેસેમિયા મુક્ત છે કે નહિ તેમની તપાસ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય ,
  • નિષ્ણાત ડો.શ્રી ની ટીમને સાથે રાખીને ગુજ,ના દરેક જિલ્લાઓમાં માર્ગદર્શન આપવાનું કાર્ય,
  • થેલેસેમીક્સ દર્દીઓ સ્વમાનભેર જીંદગી જીવી શકે તે માટે અભ્યાસ કરવા અંગે માર્ગદર્શન,
  • થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને લોહીની જરૂરીયાતને પહોચી વળવા રક્તદાન શિબિરનું આયોજન,
  • થેલેસેમીક્સ ગુજરાત સંસ્થાની સાથે રહીને કામ કરતા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો દ્વારા અન્ય

થેલેસેમીક્સ બાળકો અને તેમના વાલીઓ ને પોતાના જીવનના અનુભવો શેર કરવાનું કાર્ય ,

 

તંદુરસ્ત સમાજ ના નિમાર્ણ માટે વ્યક્તિ ની શારીરિક તથા માનસિક સ્વસ્થતા મહત્વ ની હોય છે. આ માટે આપણે એટલે કે સમાજ ના દરેક વ્યક્તિ એ જાગૃત થવું પડશે,કેમ કે રાજ્ય માં વધતું જતું થેલેસેમિયા ના રોગ નું પ્રમાણ આપણા સૌ ના માટે ચિંતા નો વિષય છે ,                                                 આ માટે લોકજાગૃતિ   ઉભી કરી ને આ રોગ ને અટકાવવા ના સધન પ્રયાસો કરવા બહુજ જરૂરી છે ,થેલેસેમીક્સ ગુજરાત સંસ્થા એ ગુજરાત ના તમામ જીલ્લા ઓં માં લોકો માં જાગૃતિ આવે તે હેતુ થી જીલ્લાઓ માં જઈને દરેક સમાજ ના અગ્રણીઓ તેમજ   થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને તેમના વાલીઓ ની સાથે મીટીંગ રાખી અને આ ગંભીર બીમારી વિષે જાણકારી આપવા ના પ્રયત્નો કરેલ છે ,અમારી સંસ્થા એ ગુજરાત ના બધાજ જીલ્લાઓ માં મીટીંગ યોજી ત્યારે જાણવા મળ્યું કે ખરેખર લોકો માં આ ગંભીર બીમારી વિષે જાણકારી ની ઘણીજ જરૂર છે ,કારણ કે આજે પણ આ રોગ ના બાળકો નું પ્રમાણ વધતુજ જાય છે,ગુજરાત માં અંદાજીત દસ હજાર જેટલા બાળકો આ રોગ ના ભોગ બનેલ છે,આપણે જાગૃત નહિ થઈએ તો આવનાર પેઢી આ ગંભીર બીમારી ના મુખમાં ધકેલાતી રહેશે,

આવો સૌ સાથે મળી ને સૌને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ થાય તે માટે સુંદર સંકલ્પ કરીએ