5

મારી વ્યક્તીગત જવાબદારી કેટલી?

દોસ્તો આપણા રોજિંદા જીવનમાં જ્યારે ફાયદા થતા હોય ત્યારે આપણે સગા સબંધી અને દોસ્તોને જાણ કરીએ છીએ. બજારમાં સામાન્ય સેલ લાગ્યો હોય તો પણ આપણે સરનામાં સાથે જાણ કરીએ છીએ. તો શું આવા ભયંકર રોગની જાણકારી આપણને હોય અને આપણે જાણ ના કરીએ તેવું તો ચાલે જ નહી ને. દોસ્તો આપણી નૈતિક જવાબદારી બને છે કે આવા ગંભીર રોગ વિશે પરિવાર–કુટુંબ અને સમાજ ને જાણ કરીએ.

સમાજ ની જવાબદારી કેટલી?

જ્યારે આપણે પૂરા સમાજનું પ્રતિનિધીત્વ લઇને બેઠા હોય ત્યારે આપણા ઉપર ઘનિજ મોટી જવાબદારી આવી જતી હોય છે. કારણકે સમાજની નાની નાની બાબતો ધ્યાનમાં લેવી પડતી હોય છે. કેમકે પહેલા પરિવાર પછી કુટુંબ અને પછી સમાજનું હીત દેશને પણ સુંદર બનાવી શકે છે. આપણી જવાબદારી એટલા માટે આવે છે. દુનિયામાં 10% થી પણ વધારે થેલેસેમીયા દર્દીઓ લગભગ દોઢ લાખ ભારતમાં છે.  દર વર્ષે ભારતમાં 10000 થેલેસેમીયા પીડીત બાળકો ઉમેરાતા જાય છે. જેમાં 3000 જેટલા બાળકો એકલા ગુજરાતમાં જન્મે છે. જે દરેક સમાજ માટે ઘણીજ ગંભીર બાબત ગણી શકાય. ગુજરાતમાં સિંધી લોહાણા, ભણુશાળી, બ્રાહ્મણ, મુસ્લીમ, આહીર, હરીજન, તેમજ ઘણા સમાજમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આટલું આ ગંભીર બીમારી વિશે જાણતા હોય એ તો આપણી ફરજ બને છે કે જ્યારે જ્યારે સમાજમાં પસંદગી મેળા, સ્નેહ મિલન કે લગ્ન પ્રસંગે ભેગા થાઇએ ત્યારે આ ગંભીર બીમારી વિશે પુરી જાણકારી આપીએ. મને વિશ્વાસ છે કે આપ આ બાબત ઉપર પુરતું ધ્યાન આપશોજી.

થેલેસેમીયા મેજર નો કાયમી ઉપચાર

સામાન્ય રીતે થેલેસેમીયા દર્દીને જીવનભર લોહી ચડાવીને તથા નિયમિત દવાઓ આપીને જીવાડવાનુ હોય છે, પરંતુ તેના કાયમી ઉપચાર તરીકે “બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ” કે “સ્ટેમસેલ” ની સારવાર ઉપલબ્ધ છે. પરંતુ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કે સ્ટેમસેલ દર્દીના સગા ભાઇ બહેનનાં જ મેચિંગ મળવા જરૂરી છે. ઉપરાંત અતિ ખર્ચાળ સારવાર રૂપિયા 15 થી 25 લાખના કારણે બહુજ ઓછા દર્દી આ સારવારનો લાભ લઇ શકે છે. આ સારવાર મદ્રસમાં વેલુરમાં અને અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે.

શું જરૂરીયાત હોય છે થેલેસેમીયા ના બાળકોને?

દોસ્તો તમે જાણો છો કે તેમની મુખ્ય જરૂરીયાત લોહી છે, તો શું કામ તેમની જરૂરીયાત આપણે પુરી ના પાડીએ. જ્યાં જ્યાં રક્તદાન કેમ્પ હોય ત્યાં આપણે તો લોહી આપીએ પણ આપણા દોસ્તો અને સગા સબંધી ને પણ સાથે લઇ જાઇએ કેમ કે – કોઇ કહે ન કહે, કોઇ કરે ન કરે, આપણે રક્તદાન કરીએ બીજાને કરવા કહીએ. ઈશ્વરે પોતે તો આપેલી છે આ બક્ષીસ, તો પછી રક્તદાન કરવાથી શા માટે ડરીએ? માનવતાની મહેક છે લોહીમાં, ઇશ્વરની ઇબાદત છે લોહીમાં, દાન કહો તો દાન છે લોહીમાં, પ્રાણ કહો તો પ્રાણ છે લોહીમાં, ફરજ છે, નિષ્ઠા છે, ઇમાન છે લોહીમાં, મોતને આરે બેઠેલા માટે જીવનદાન છે લોહીમાં.