IMG-20141116-WA0019

 

ભારતીય સંસ્કૃતિ ની એ પરંપરા રહી છે કે ,માનવસેવાની સરવાણી વહાવવામાં ક્યારેય પાની કરેલ નથી , જયારે જયારે મદદ માટે કોઈ એ હાથ લંબાવ્યો છે તો હજારો હાથ મદદ કરવા લંબાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે, થેલેસેમિયા તેમજ ઘણા રોગો માં લોહી ની અવારનવાર જરૂર પડતી હોય છે ,આવા સમયે રક્તદાતાઓની નિસ્વાર્થ સેવાઓને વંદન કરવાનું મન થાય છે ,ગુજરાત સેવાકીય પ્રવુતિ માં અને રક્તદાન ક્ષેત્રે હમેશા અગ્રેસર રહ્યું છે , અમારી સંસ્થા દ્વારા થતા રક્તદાન કેમ્પ માં યુવાનોનો થનગનાટ અનેરો હોય છે , અને હા,બહેનો એ પણ આ સેવા યજ્ઞમાં ઘણુજ યોગદાન આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે લોહીની ઉણપવાળા અને જરૂરિયાત વાળા દર્દીઓ કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય તેમના માટે કટોકટીના સમયે ,નિસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર  વ્યક્તિના લોહીનું એક એક ટીપું કોઈના જીવન માટે મુલ્યવાન બની રહે છે.                                                                                                           ગુજરાત આરોગ્ય વિભાગ પણ રક્તદાન માટે જાગૃતતા લાવવાના સઘન પ્રયાસો અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેવા પ્રયત્નો કરી રહ્યું છે,

આથી અમારી આપ સૌને નમ્ર અરજ છે, વિનંતી છે કે આપના સમાજમાં ,આપના વિસ્તારમાં જયારે જયારે રક્તદાન શિબિર હોય ત્યારે આપના તરફથી મુલ્યવાન આહુતિ આપી આ થેલેસેમીક્સ બાળકોની જીવનદોર ને લંબાવવા આપનું યોગદાન અતિ મુલ્યવાન બની રહેશે.

દોસ્તો અમારી બે હાથ જોડીને આપને પ્રાર્થના છે કે રક્તદાન અવશ્ય કરો,

જેઓંના હદયમાં સદાય સંવેદનાનું ઝરણું વહેતું રહે છે એવા

વિશ્વના અને ગુજરાતના સર્વ રક્તદાતા ઓં ને લાખ લાખ વંદન

 

થેલેસેમીક્સ ગુજરાત સંસ્થા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ

  રક્તદાન કેમ્પ સ્થળ તારીખ સહ આયોજક
1 પ્રથમાં બલ્ડ સેન્ટર-અમદાવાદ ૧૭-૧૧-૨૦૧૩ થેલેસેમીક્સ ગુજરાત 197
2 પ્રથમાં બલ્ડ સેન્ટર-અમદાવાદ ૨૩-૧-૦૨૦૧૪ થેલેસેમીક્સ ગુજરાત 88
3 અવલ્લ ફાઉન્ડેશન ૨૫-૫-૨૦૧૪ થેલેસેમીક્સ ગુજરાત 27
4 પ્રથમાં બલ્ડ સેન્ટર-અમદાવાદ ૧૭-૮-૨૦૧૪ થેલેસેમીક્સ ગુજરાત 18
5 હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ ગુરૂકુળ અમદાવાદ ૬-૯-૨૦૧૪ હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ 67
6 પ્રથમાં બલ્ડ સેન્ટર-અમદાવાદ ૧૬-૧૧-૨૦૧૪ થેલેસેમીક્સ ગુજરાત 85
7 ટીન્કર બેલ સ્કુલ નારણપુરા ૧૮-૬-૨૦૧૪ ટીન્કર બેલ &પી.ડી.પી.યુ.વિદ્યાર્થી 64
8 આઈ.આર.સી.સ્ટેટ બ્રાંચ ૬-૮-૨૦૧૪ સીએ.&સીએસ.વિદ્યાર્થી 137
9 હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ ૭-૯-૨૦૧૪ હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ 82
10 હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ ૫-૯-૨૦૧૪ હાઈ- ટેક આઉટસોર્સિંગ સર્વીસ 31