6

થેલેસેમીયા ટેસ્ટ ક્યાં કરાવી શકીએ?

0 થી 12 વર્ષ દરમિયાન આપશ્રી ગુજરાત સરકારશ્રી તરફથી જાહેર કરેલ શાળા અરોગ્ય કાર્યક્રમ માં જ્યારે સરકારશ્રી તરફથી નિમણુક કરવામાં આવેલ ડૉક્ટરશ્રી શાળામાં નિદાન કરવા આવે ત્યારે વિના મુલ્યે કરાવી શકો છો. શાળા અંતર્ગત આ ટેસ્ટ બાકી રહી જાય તો આપ કૉલેજમાં થતા ટેસ્ટ કેમ્પ માં આ ટેસ્ટ સામાન્ય દરે કરાવી શકો છો. ઉપરોક્ત બન્ને સમયમાં આ ટેસ્ટ બાકી રહી જાય તો આપ નજીક ની સરકારી હોસ્પીટલ અથવા તો ઇંડિયન રેડ ક્રૉસ સોસાઇટી સ્ટેટ બ્રાન્ચ જુના વાડજ અમદાવાદ ખાતે કરાવી શકો છો.

વધુ માહીતી માટે આપ અમોએ આપેલ ફોન નંબર પર સંપર્ક કરી શકો છો.

કોઇ કારણોસર ગત સમયમાં આ ટેસ્ટ કરાવવાનો બાકી રહી જાય તો લગ્ન પછી પણ આ ટેસ્ટ કરાવી શકાય છે. જો બન્ને પાત્ર (માયનોર) જણાય તો આવનાર બાળક માટે ગર્ભના 8 થી 10 અઠવાડીયામાં – પ્રિનેટલ ડાયગ્નોસિસ – ટેસ્ટ કરાવવો બહુજ જરૂરી છે. જો આવનાર બાળક થેલેસેમીયા મેજર જણાય તો સરકારશ્રીની મંજુરી થી આવનાર બાળકને અટકાવી શકાય છે. તો આવો સહીયારા પુરુષાર્થથી આપણે આ ભયંકર વ્યધીને ભારતમાંથી નિર્મૂળ કરીયે.

પ્રિનેટલ ડાયગ્નોસિસ ટેસ્ટ ક્યાં કરાવી શકીએ?

આપ અમદાવાદ મહાનગર પાલીકા ની હદમાં રહો છો તો અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા જાહેર કરેલ અમદાવાદ ના તમામ અર્બન હેલ્થ સેંટરમાં વિના મુલ્યે કરાવી શકો છો. આપ ગુજરાતના અન્ય શહેર કે ગામડા માં રહો છો તો અમદાવાદ અસારવા ખાતે આવેલ સિવીલ હોસ્પીટલ માં આ ટેસ્ટ વિના મુલ્યે કરાવી શકો છો.

વધુ માહીતી માટે આપ અમોએ આપેલ ફોન નંબર પર સંપર્ક કરી શકો છો.