2

થેલેસેમીયા મેજર દર્દી ના સામાન્ય લક્ષણો

થેલેસેમીયા મેજર ની ખબર 3 થી 18 મહીના નું બાળક થાય ત્યાં સુધીમાં પડી જાય છે. તેમના લક્ષણો આ પ્રમાણે હાય છે:

  • ચામડી નો રંગ પીળો પડી જાય છે.
  • કાઇ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી.
  • ખાધેલુ શરીરમાં ટકતુ નથી.
  • વારંવાર લોહી ચડાવવું પડે છે.
  • લોહીની ઉણપ ના કારણે હાડકાની તકલીફ તેમજ બરોળ મોટી થાય છે.
  • વારંવાર લોહી ચડાવવા થી શરીરમાં લોહત્વ જમા થાય છે. તેથી શરીર ના વિભિન્ન અંગો ને જેવા કે હૃદય, લિવર, કિડની ને નુકશાન પહોચાડવાની પુરી શક્યતાઓ રહે છે. લોહત્વને શરીરમાંથી ઓછું કરવા માટે નિષ્ણાત ડૉક્ટર ડો શ્રી ની સલાહ મુજબ દવા તેમજ ઈન્જેક્શન લેવા બહુજ જરૂરી છે.

ક્યાં મળશે આ દવાઓ

નજીક ની સરકારી હોસ્પીટલ એટલે કે સિવીલ હોસ્પીટલ માં વિના મુલ્યે દવાઓ મળી રહે છે. તેમજ ઈન્જેક્શન ઉપરોક્ત હોસ્પીટલમાં દર્દી દાખલ કરવાથી નિષ્ણાત ડોક્ટર શ્રી ની સલાહ મુજબ હોસ્પીટલમાં થી વિના મુલ્યે પુરા પાડવામાં આવે છે. ઉપરોક્ત દવા કે ઈન્જેક્શન ડોક્ટર શ્રી ની સલાહ વગર લેવા હીતાવહ નથી.

કેવી રીતે મેળવશું દવાઓ

સૌ પ્રથમ તો દર્દીને સાથે લઇને જવું અને તેમની બિમારી ના તમામ કાગળો જેવા કે રિપોર્ટ, એક્સ-રે, નિયમીત લેવાતી દવાઓ ના કાગળ, જે જગ્યાએ લોહી ચડાવતા હોય તે હોસ્પીટલનું સર્ટિફિકેટ, જે ડોક્ટરની સારવાર લેતા હોય તેમની ફાઇલ સાથે લઇ જવી બહુજ જરૂરી છે.ત્યાર બાદ હોસ્પીટલની ઓ. પી. ડી. સેંટર માંથી દર્દીનો કેસ કઢાવવો જરૂરી છે. કેસ કઢવાયા બાદ નિમણૂક કરેલ અધિકારી ના માર્ગદર્શન મુજબ ડોક્ટર શ્રી ને બતાવી ને દવા મેળવી શકાય છે.

શાળા આરોગ્ય કાર્ડ શું કામ લાગે અને ક્યાંથી મેળવવું

શાળા આરોગ્ય કાર્ડ ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય ની જાળવણી અને તપાસ માટે નું વિના મુલ્યે સરકારી હોસ્પીટલ માં સારવાર અપાવતું કાર્ડ છે. ઉપરોક્ત કાર્ડ બાળક ના જન્મ તારીખ નો દાખલો અથવા તો શાળા ના અધિકૃત અધિકારી દ્વારા આપેલ પ્રમાણપત્ર ના આધારે નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો નજીક ના અર્બન હેલ્થ સેંટર પર થી વિના મુલ્યે મેળવી શકો છો. જ્યારે પણ આ કાર્ડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ડોક્ટર શ્રી ના સહી સિક્કા કરાવી ને જીલ્લા આરોગ્ય વિભાગમાંથી મંજુરી મેળવીને આપ આપના બાળકની વિના મુલ્યે સારવાર કરાવી શકો છો.