IMG_0068

સરકારશ્રી તરફથી થેલેસેમિયા ના દર્દીને મળતા લાભો

  • ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલ અને માન્યતા પ્રાપ્ત બલ્ડ બેંક માં થી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે લોહી મળે છે.
  • શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અઢાર વર્ષ સુધીના બાળકોને સરકારી હોસ્પીટલમાં જરૂરી દવાઓ વિના મુલ્યે પ્રાપ્ત થાય છે.
  • તેમજ અઢાર વર્ષથી ઉપરના બાળકોની દવા માટે અલગથી અનુદાન ફાળવવામાં આવે છે,
  • થેલેસેમિયા ગ્રસ્ત બાળકને પોતાની સારવાર લેવા માટે બીજા શહેરમાં જવાનું થાય તો

સરકારશ્રી ના નિયમ મુજબ ફોર્મ ભરીને સરકારી હોસ્પીટલના સહી સિક્કા કરાવીને બાળક તેમજ તેમની સાથે એક વાલીને પચ્ચીછ ટકા ના ભાડા માં રેલ્વે માં મુસાફરી કરવાની સુવિધા,

  • ગુજરાતમાં કોઈ પણ શહેરમાં કાયમી સારવાર માટે થેલેસેમિયા દર્દીને જવાનું થતું હોય તો એસ.ટી.સેવામાં એક વર્ષ સુધીના પાસની સુવિધા, સરકારશ્રી ના નિયમ મુજબ ફોર્મ ભરીને સરકારી હોસ્પીટલના સહી સિક્કા કરાવીને બાળક તેમજ તેમની સાથે એક વાલીને પચ્ચાસ ટકા ના ભાડા માં મુસાફરી કરવાની સુવિધા,
  • ઇન્કમટેક્ષમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકના માતા -પિતાને under section-80 ddb માં 40,000 સુધી માફ મળે છે.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકને અઢાર વર્ષ અથવા તો ધોરણ [બાર ] માં અભ્યાસ કરતા હોય ત્યાં સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટેનો 8,00000 -આઠ લાખ સુધીનો ખર્ચ સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવે છે.સરકારશ્રી એ માન્ય કરેલ હોસ્પીટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકો છો.